આ ભાગદોડવાળુ જીવન અને આ તેમાય વધતું પ્રદૂષણ એક સમસ્યા છે જે ગંભીર રોગોનું કારણ બની શકે છે. પ્રદૂષિત હવામાં લાંબો સમય રહેવાથી શ્વાસની તકલીફ, ફેફસાંની તકલીફ, હ્રદયરોગ પણ થઈ શકે છે, તેથી તમારે પ્રદૂષણથી પોતાને બચાવવું જરૂરી છે. આજકાલ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં અને ઔધ્યોગિક વસાહતોમાં પ્રદૂષણની અસર ઘણી વધી ગઈ છે જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને, તમે પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.તો ચાલો જાણીએ કે કયા ખોરાકને ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થઈ શકે છે.
1. આદુ :-
પ્રદૂષણથી બચવા અને મોસમી રોગોથી બચવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. આદુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી તમે રોગોથી બચી શકો છો. આદુની ચા અથવા તમે તેને મધ સાથે પણ ખાઈ શકો છો.
2. કાળા મરી :-
રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે કાળા મરી તમને ખાંસી અને શરદીથી પણ બચાવે છે. તમે દરરોજ કાળા મરીને તમારા ભોજનમાં ઉમેરીને ખાઈ શકો છો.
3. હળદર :-
હળદરમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, તેના રોજિંદા સેવનથી ફેફસાના ચેપથી રાહત મળે છે. આ સિવાય તમે પ્રદૂષણના કારણે થતા શરદી, કફ વગેરેથી પણ રાહત મેળવી શકો છો. હળદર ભેળવી રોજ દૂધ પીવાથી ફાયદો થાય છે.
4. સુકા ફળો :-
આ સિઝનમાં ડ્રાય ફ્રુટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.
5. નારંગી :-
આ સિઝનમાં નારંગી ખાવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન-સી મળી આવે છે, જે આપણને મોસમી રોગોથી બચાવે છે.
6. ગોળ :-
શિયાળાની ઋતુમાં ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે. ગોળ ખાવાથી ફેફસાને લગતી બીમારીઓનો ખતરો ઓછો થાય છે. જેના કારણે અસ્થમા અને ટીબી જેવી બીમારીઓ થતી નથી.