/connect-gujarat/media/media_files/2026/01/05/fitnss-2026-01-05-17-23-02.png)
ભાગદોડભર્યા જીવનમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે આ 5 સરળ ફેરફારો તમારી જીવનશૈલીમાં જાદુઈ અસર કરી શકે છે.
સ્વસ્થ રહેવું દરેક માટે મહત્વપૂર્ણ છે,જેથી તમે વર્ષો સુધી રોગમુક્ત રહી શકો. જો તમે કોઈપણ સંકલ્પ નથી લીધો અને, 100 વર્ષ જીવવા માંગો છો, તો આજથી જ આ 5 સ્વસ્થ ટિપ્સનું પાલન કરવાનું શરૂ કરો. જે તમારા માટે ચમત્કાર સાબિત થઈ શકે છે.
ચેન્નાઈના ડોક્ટરે સ્વસ્થ રહેવા માટે મહત્વની ટિપ્સ આપી છે, જે તમને સારું જીવન જીવવામાં મદદરૂપ બની શકે છે. તેમના જણાવ્યા અનુસાર, જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય, તો દિવસમાં ફક્ત બે વાર ખાવું શરીર માટે પૂરતું છે. તેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. ડો.સોક્કાલિંગમ કહે છે કે તે સારા સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
તમારે દિવસમાં ફક્ત બે વાર જ ખાવું જોઈએ, આ સાંભળીને લોકોના મનમાં સવાલ થશે કે, કયા સમયે ખાવુ જોઈએ, સવારે, બપોરે કે રાત્રે? ડોક્ટરના જણાવ્યા અનુસાર, જો તમે સાંજે 7 વાગ્યે રાત્રી ભોજન કરો છો,તો તમારે 16 કલાક પછી એટલે કે,બીજા દિવસે સવારે 11 વાગ્યે ભોજન ખાવું જોઈએ.
એમ ડોક્ટરો કહે છે કે, જો તમે સવારે 11 વાગ્યે લંચ કરો છો, પછી 8 કલાક પછી સાંજે 7 વાગ્યે ડિનર કરો છો, અને પછી બીજા દિવસે 16 કલાક પછી સવારે 11 વાગ્યે ડિનર કરો છો, તો આ 16.8 ડાયેટનું પાલન કરવાથી તમે 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવી શકો છો. તે કેવી રીતે ફાયદાકારક છે? જ્યારે તમે 16 કલાક સુધી પેટ ખાલી રાખો છો, ત્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ સારી રીતે પચે છે અને ઉર્જા પૂરી પાડે છે. તે એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓને પણ અટકાવે છે. હૃદયનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.
દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. સાથે જ તમારા આયુષ્યને લાંબુ કરવા માટે આહારમાં તેલ ખાવાનું ઓછું કરવું, ક્યારેય થાક ન અનુભવો, દરરોજ કસરત કરવી અને સક્રિય રહેવું. જો તમે આ રૂટીનનું પાલન કરશો, તો સૂતા ભેગું જ ઊંઘ આવી જશે. ડોક્ટર દરરોજ 7-8 કલાક ઊંઘવાની સલાહ આપે છે.