Connect Gujarat
આરોગ્ય 

કેસરના ભાવ કરતાં પણ ઊંચા છે કેસરના ફાયદા, ડાયાબિટિસથી લઈ અનેક બીમારીઓમાં આપે છે રાહત, જાણો તેના ફાયદા....

કેસરનુ નામ આવે એટલે તરત જ તેના ભાવ પર ચર્ચા થવા લાગે છે.

કેસરના ભાવ કરતાં પણ ઊંચા છે કેસરના ફાયદા, ડાયાબિટિસથી લઈ અનેક બીમારીઓમાં આપે છે રાહત, જાણો તેના ફાયદા....
X

કેસરનુ નામ આવે એટલે તરત જ તેના ભાવ પર ચર્ચા થવા લાગે છે. કારણ કે કેસર છે જ એટલુ મોંઘું. પરંતુ તે કુદરતનો ખજાનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસરની સૌથી વધુ ખેતી ઇરાનમાં થાય છે. આ પછી બીજો દેશ અફઘાનિસ્થાન આવે છે. ભારતનું કાશ્મીર પણ કેસરનું ઉત્પાદન કરે છે. કેસરને દૂધમાં નાખીને પીવાથી અનેકગણા ફાયદા થાય છે. જો તમે કેસરનું નિયમિત સેવન કરો છો સ્વાસ્થ્યને અનેકગણા લાભ થઈ શકે છે.

યાદશક્તિ વધારે છે

કેસરનું સેવન કરવાથી તમારી યાદ શક્તિમાં વધારો થાય છે. તેનું સેવન એવા લોકોએ કરવું જોઈએ જેઓ ઘણી વાર ઘણી વસ્તુઓ ભૂલી જતાં હોય છે. વધતી ઉંમર સાથે ઘણા લોકોને અલ્ઝઇમર રોગ થાય છે. તેનાથી બચવા માટે કેસરનો સહારો લો.

આંખો માટે ફાયદાકારક

કેસરમાં એંટીઓક્સિડેંટ્સ આવેલા હોય છે. જે રેટિનાને સુરક્ષિત કરવામાં આવે આંખનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. આ મેક્યુલર ડીજનરેશન અને મોતિયા જેવી આંખોની સમસ્યાને અટકાવી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કેસરમાં ઘણા એવા સંયોજનો આવેલા હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેમ કે વિટામિન સી, એંટીઓક્સિડેંટ્સ. આ સામાન્ય વાઇરલ રોગો જેવા કે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ અને ઉધરસ વગેરેમાં રક્ષણ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસમા અસરકારક

વિશ્વના ઘણા સંશોધનો માં એ સાબિત થયું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કેસર ખૂબ જ ફાયદાકારક નિવળ્યું છે. તે બ્લ્ડ્સુગર લેવલને ઘટાડે છે અને ઇન્સ્યુલીનની સવેદના વધારે છે.

ડિપ્રેશન દૂર કરે છે.

કેસરમાં સંયોજનો છે જે સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે તમારા મૂડને સુધારી શકે છે અને ડિપ્રેશનને પણ દૂર કરી શકે છે.

Next Story