ફટાફટ જમવાની આદત કયાક તમને મોંધી ના પડી જાય જોજો હો…. શરીરમાં વધી શકે છે અનેક ગંભીર બીમારીઓ

વારંવાર ખાવાથી આપણો ખોરાક અસંતુલિત થઈ જાય છે. જો ખોરાકને પૂરેપૂરો ચાવીને ધીમે-ધીમે ખાવામાં આવે તો સ્થૂળતાની સમસ્યા નહીં રહે.

New Update
ફટાફટ જમવાની આદત કયાક તમને મોંધી ના પડી જાય જોજો હો…. શરીરમાં વધી શકે છે અનેક ગંભીર બીમારીઓ

આજની આ ભાગદોળ ભરી જિંદગીમાં લોકો ને જમવાનો પણ ટાઈમ નથી રહેતો. આજના યુગમાં લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ઝડપી અને ભાગદોડ ભરી બની ગઈ છે, જેના કારણે લોકો યોગ્ય સમયે ભોજન કરી શકતા નથી. આજકાલ જમવાનો સમય મળે તો પણ બીજા દરેક કામની જેમ આપણે તેનો વહેલી તકે પૂરું કરીએ છીએ એટલે કે ફટાફટ જમી લઈએ છીએ. પણ શું તમે જાણો છો કે ફટાફટ અને ઉતાવળમાં ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે ઝડપી ખાવું એ ખરાબ આદતોમાં ગણવામાં આવે છે. જો તમે પણ આવી ઝડપથી ખાઈ લો છો તો સાવધાન થઈ જાવ.. નહીં તો સ્વાસ્થ્ય પર આ ખરાબ અસર પડી શકે છે.

Advertisment

ઓવરઇટિંગની સમસ્યા

ઝડપી ખાવામાં, આપણે શરીરના સંકેતોને અવગણીએ છીએ. આના કારણે ઘણી વખત આપણે અતિશય આહાર એટલે કે ઓવરઇટિંગ કરીએ છીએ. આ અતિશય આહારને કારણે વજન પણ વધે છે અને શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. જ્યારે આપણે ઝડપથી ખાઈએ છીએ ત્યારે આપણા મગજમાં એ સંદેશ પહોંચતો નથી કે આપણું પેટ ભરેલું છે કે નહીં.

સ્થૂળતા\ મોટાપો

વારંવાર ખાવાના કારણે સ્થૂળતાની સમસ્યા થવી સામાન્ય બની ગઈ છે. વારંવાર ખાવાથી આપણો ખોરાક અસંતુલિત થઈ જાય છે. જો ખોરાકને પૂરેપૂરો ચાવીને ધીમે-ધીમે ખાવામાં આવે તો સ્થૂળતાની સમસ્યા નહીં રહે.

પાચન તંત્ર પર અસર

ઝડપી ખાનારાઓ મોટાભાગે મોટા કોળિયો ભરે છે અને ચાવ્યા વગર આખું ગળી જાય છે. એટલું જ નહીં, ઘણી વખત જો તેઓ ખોરાકને ગળી શકતા નથી, તો તેઓ તેને પાણી અથવા કોઈ પીણા સાથે ગળી જાય છે. અને આ કારણોથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી. ખોરાક ન પચવાને કારણે પેટમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

Advertisment

ઇન્સ્યુલિન પ્રતિકાર

ઉતાવળમાં ખોરાક ખાવાથી ક્યારેક લોહીમાં શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે. જેના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા શરૂ થાય છે. થોડા સમય પછી આ સમસ્યા ડાયાબિટીસ જેવી મોટી બીમારીનું રૂપ લઈ લે છે.

Advertisment