/connect-gujarat/media/post_banners/16bfff9ea5bfdf00eeb49fdf1e02b0519c2439caa84847f1f965914982e02275.webp)
આજની આ ભાગદોડ વારી લાઈફ અને વ્યસ્ત જીવનશૈલીમાં ખાવાની ખોટી આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી લોકો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બને છે. સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય સંબંધિત રોગો સામાન્ય બની રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જેને ખાવાથી હૃદય સુરક્ષિત રહે છે.
જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો ચોક્કસપણે એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓ અને વિટામિન્સનું સેવન કરો અને તમારી જાતને હંમેશા હાઈડ્રેટ રાખો.તો ચાલો જાણીએ આવા જ કેટલાક હેલ્ધી ફૂડ્સ વિશે, જે ખાવાથી હૃદયની તંદુરસ્તી વધે છે.
શક્કરિયા :-
શક્કરિયા પોષક તત્વોનો ભંડાર છે. તેમાં રહેલા વિટામિન A, C અને વિટામિન B6, નિયાસીન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ જેવા પોષક તત્વો આપણા હૃદયને સ્વસ્થ રાખે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી :-
લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા ખનિજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા ફાઈબર અને મિનરલ્સ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ માટે તમારે રીંગણ, લેડીઝ ફિંગર, કઠોળ, પાલક, મેથીનું સેવન કરવું જોઈએ. આ કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં મદદ કરે છે. અને ખાસ કરીને ભૂલથી પણ આ ખાદ્યપદાર્થો સાથે મૂળા ન ખાઓ, નહીં તો હેલ્થને નુકશાન થઈ શકે છે.
દહીં :-
કેલ્શિયમ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર દહીં આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમારે તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવું જોઈએ.
લસણ :-
લસણને હેલ્ધી ફૂડનો રાજા માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે કોઈપણ પ્રકારના ચેપને દૂર કરવામાં મદદ કરે છે અને વધેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને લોહીમાં ગંઠાઈ જવાથી પણ બચાવે છે.
દાડમ :-
દાડમને હૃદય માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તે આપણા શરીરમાં રહેલ લોહીમાં નાઈટ્રિક ઓક્સાઈડને પ્રોત્સાહન આપે છે, જે હૃદયને યોગ્ય રીતે પંપ કરવા સક્ષમ બનાવે છે અને બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત આપે છે.