Connect Gujarat
આરોગ્ય 

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે આ નાનું એવું લાલ ફળ, અનેક બીમારીઓથી તમને રાખશે દૂર.....

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે આ નાનું એવું લાલ ફળ, અનેક બીમારીઓથી તમને રાખશે દૂર.....
X

આપણી આસપાસ ઘણી એવિ વસ્તુઓ હોય છે જેના ગુણની આપણને ખબર જ હોતી નથી. ક્રેન બેરી એમાનુ જ એક ખૂબ જ ફાયદાકારક ફળ છે. જે અમૃત સમાન છે. તે હિમાચલ વેસ્ટર્ન ઘાટ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે જેવા રાજ્યોમાં ઊગે છે. ક્રેન બેરી સ્વાસ્થ્ય માટે એટલી ફાયદાકારક છે કે તે કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ રોકી શકે છે. કાચા ક્રેન બેરી લીલા પીળા રંગના હોય છે જ્યારે પાકે છે ત્યારે એક દમ લાલ રંગના બની જાય છે. તો ચાલો જાણીએ તેના અન્ય ફાયદાઓ વિશે....

એનીમિયાની સારવાર માટે ફાયદાકારક

· આ એંટીસ્કોરબ્યુટીક છે. એટલે કે એનીમિયાની સારવારમાં ક્રેનબેરી ખૂબ જ ફાયદાકારક હોય છે. છાતીના દુખવામાં પણ ક્રેનબેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇંડિયન હોર્ટીકલ્ચર રિસર્ચ અનુસાર ક્રેનબેરીના પણ તાવમાં રામબાણ સાબિત થઈ શકે છે. ક્રેનબેરીના મૂળથી છાતીના દુખવાની સારવાર કરવામાં આવે છે. ક્રેનબેરી શરૂ શરૂમાં ખાટા હોય છે પણ પાક્કા થવા પર ખાટા મીઠા થઈ જાય છે. ક્રેન્બેરીથી જામ, સિરપ, ચટણી, અથાણું વગેરે બનાવવામાં આવે છે.

ડાયઝેસનમાં ફાયદાકારક

· એક રિપોર્ટ અનુસાર ક્રેનબેરીમાં સોલ્યુબલ ફાઈબર પેટની લાઈનીંગને સ્મૂથનીંગ આપે છે. જેનાથી ડાયજેશન સારું થાય છે. ક્રેનબેરીમાં પેક્ટિન નામનું ફાયબર હોય છે. જે કોન્સ્ટિપેશન, પેટમાં દુખાવો, પેટમાં ક્રેમ્પ વગેરેને દૂર કરે છે.

મેન્ટલ હેલ્થમાં ફાયદાકારક

· ક્રેનબેરી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ક્રેનબેરીમાં મેગ્નીશિયમની સાથે સાથે વિટામિન અને ટ્રિપ્ટોફેન હોય છે જે ન્યૂરોટ્રાન્સમીટર સેરોટોનિનના પ્રોડક્શનને વધારે છે જેનાથી ઓવરઓલ મેન્ટલ હેલ્થ યોગ્ય રહે છે. એટલે કે ક્રેનબેરીનું સેવન મૂડને સારો બનાવે છે.

એન્ટી-ઈન્ફ્લામેટરી

· ક્રેનબેરીમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. એટલે કે સોજા સાથે સંબંધિત દરેક મુશ્કેલીઓમાં ફાયદાકારક હોય છે. ઈન્ફ્લામેશનના કારણે ઘણા ક્રોનિક ડિઝીઝ હોય છે. હાર્ટના મસલ્સ ઈન્ફ્લામેશનના કારણે કમજોર થવા લાગે છે. ઈન્જ્યુરી વખતે ઈજાને ભરવામાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી ચેન્જ ફાયદાકારક હોય છે.

એન્ટી-કેન્સર ગુણ

· એક રિપોર્ટ અનુસાર ક્રેનબેરીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીકેન્સર અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. એટલે કે ક્રેનબેરીના પાન કેન્સર જેવી ઘાતક બીમારીને રોકવામાં કારગર છે.

Next Story