માત્ર બ્રશ કરવું એ મોઢા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઈલાજ નથી. જરૂરી એ છે કે તમે સંપૂર્ણ રીતે તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખો. ખરેખર બ્રશ કર્યા બાદ પણ કેટલાક લોકોના મોઢામાંથી સતત વાસ આવતી રહે છે. આ ઉપરાંત દાંતમાં સડો થવો અને બ્લીડિંગ ગમ્સની સમસ્યા પણ ઘણા લોકોને સતાવે છે. તેવામાં જરૂરી છે કે તમે તમારી ઓરલ હેલ્થનું પૂરતું ધ્યાન રાખો. અને તેના માટે બ્રશ કર્યા પછી તમે જે પાણીના કોગળા કરો છો તેમાં એક વસ્તુ ઉમેરીને કોગળા કરી શકો છો. તો ચાલો જાણીએ એ વસ્તુ કઈ છે જેને પાણીમાં નાખીને કોગળા કરવાથી ઓરલ હેલ્થમાં ફાયદો થાય છે.
બ્રશ કર્યા પછી કોગળા કરતી વખતે પાણીમાં આ એક વસ્તુ ભેળવી દેવાથી તમારી ઓરલને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તો એ વસ્તુ છે લીંબુનો રસ. તમારે વધુ કઈ કરવાની જરૂર જ નથી બ્રશ કર્યા બાદ જે પાણીથી તમે કોગળા કરો છો તેમાં એક લીંબુનો રસ ઉમેરી દો. આ દરમિયાન તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે દાંત સાફ કરવામાં કારગત સાબિત થાય છે.
બ્રશ કર્યા બાદ લીંબુ વાળા પાણીથી કોગળા કરવાના ફાયદાઓ....
· બ્રશ બાદ લીંબુ પાણીથી કોગળા કરવા બેસ્ટ ક્લીઝરની જેમ કામ કરે છે. તે તમારા પીળા દાંતને સાફ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે જીભની સફાઈ કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત શ્વાસનળીમાંથી આવતી દુર્ગંધને પણ ઓછી કરે છે. આ રીતે લીંબુ પાણી ઓરલ હેલ્થ માટે ફાયદાકારક છે.
· બ્રશ બાદ લીંબુ પાણીથી કોગળા કરવાથી દાંતમાં લાગેલા સડાને દૂર કરવામાં મદદ મળે છે. લીંબુ એંટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જે દાંતમાં લાગેલા સડાને મારવા અને તેના કારણે થતાં નુકશાનથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે દાંતમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે. તો બ્રશ કર્યા પછી આ કામ જરૂરથી કરજો.