Connect Gujarat
આરોગ્ય 

પોષકતત્વોથી ભરપૂર છે આ લાલ રંગનું ફળ, સેવન કરવાથી દૂર કરશે અનેક બીમારીઓ...

એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.

પોષકતત્વોથી ભરપૂર છે આ લાલ રંગનું ફળ, સેવન કરવાથી દૂર કરશે અનેક બીમારીઓ...
X

સ્ટ્રોબેરીમાં ફાયદાકારક વિટામિન, મિનરલ્સ અને અન્ય જરૂરી પોષક તત્વોનો ભંડાર હોય છે. એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.

વજન કંટ્રોલ કરે છે

· સ્ટ્રોબેરીમાં મોટા પ્રમાણમાં કેલેરી હોય છે અને પાણીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ પાચનને મજબૂત રાખવામાં મદદ કરે છે. વજન કંટ્રોલ કરવા માટે આ શાનદાર ફળ છે.

હાર્ટને હેલ્ધી રાખે છે

· સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને ફાઈબર હોય છે. આ હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી ગંદા કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ મળે છે. આને ખાવાથી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછુ થાય છે.

કેન્સરથી બચાવે છે

· સ્ટ્રોબેરીમાં ઓક્સિડેન્ટ્સ ખૂબ જ હોય છે. તેના સેવનથી ફ્રી રેડિકલ્સ ખતમ થઈ જાય છે અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે. તેથી દરરોજ તેનું સેવન લાભકારી માનવામાં આવે છે

પાચનમાં સુધારો

· સ્ટ્રોબેરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. તેનું સેવન પાચન માટે રામબાણ માનવામાં આવે છે. સ્ટ્રોબેરી કબજિયાત જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દરરોજ તેનું સેવન પેટ માટે લાભદાયી છે.

પેટ સાફ રહે છે

· સ્ટ્રોબેરીની તાજગી અને વિટામિન સી પેટની સફાઈમાં મદદ કરે છે. આ ફળને ખાવાથી આંતરડાને આરામ મળે છે. ગેસ અને એસિડિટીની આ સૌથી શ્રેષ્ઠ સારવાર માનવામાં આવે છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે

· દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં વિટામિન સી આરોગ્યને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સ્ટ્રોબેરીથી હાડકાઓ પણ મજબૂત રહે છે. મેન્ટલ હેલ્થમાં સુધારા સાથે સ્કિનને ડેમેજ થવાથી પણ બચાવે છે.

Next Story