Connect Gujarat
આરોગ્ય 

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ શાક, સેવન કરવાથી તરત જ કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર.....

ભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ શાક, સેવન કરવાથી તરત જ કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર.....
X

ભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, પરંતુ દવાઓ સાથે ડાયટનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. ઘણા એવા ખોરાક છે, જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. જેમાંથી એક છે ટિંડોળા.

ટિંડોળા બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ટિંડોળાને પોતાના આહારમાં શામેલ કરીને તમે બ્લડ શુગર લેવલને મેનેજ કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ ટિંડોળા ખાઈને ટાઈપ-2 ડાયાબિટીસના જોખમથી બચી શકે છે. ત્યારે આજે જાણીશું કે ટિંડોળા કેવી રીતે ડાયાબિટીસમાં ફાયદાકારક છે.

ટિંડોળામાં કાર્બોહાઇડ્રેટ અને કેલરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેના કારણે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. ત્યારે તમે રોજ ટિંડોળાનું સેવન કરીને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો. જો તમે રોજ 50 ગ્રામ ટિંડોળા ખાઓ છો, તો તમારું બ્લડ શુગર લેવલ નહીં વધે. ટિંડોળામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ શુગરને મેઇન્ટેન કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

ટિંડોળામાં વધુ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરની નસોમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછો કરે છે. ટિંડોળા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયની તંદુરસ્તી સારી રાખે છે. આમ ટિંડોળા ખાવાથી હૃદય રોગનું જોખમ ટળે છે.

ટિંડોળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન અને કેલ્શિયમ જોવા મળે છે. ટિંડોળાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. જો તમારા હાડકાં નબળા હોય, તો તમારે આજે જ ટિંડોળા ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

ટિંડોળા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ટિંડોળામાં પાણીની માત્રા વધુ જોવા મળે છે, જેથી ટિંડોળા ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે. ટિંડોળા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

Next Story