80 ટકા લોકોમાં વિટામિન B-12ની ઊણપ, અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરી ઈન્જેક્શન-દવા ફ્રીમાં અપાશે..

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે.

80 ટકા લોકોમાં વિટામિન B-12ની ઊણપ, અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરી ઈન્જેક્શન-દવા ફ્રીમાં અપાશે..
New Update

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે. અગ્રણી ડોક્ટરના કહેવા મુજબ હાલ દર 100માંથી 80 લોકોમાં વિટામિન બી-12 અને 60 લોકોમાં ડી-3ની મધ્યમથી ભારે ઊણપ જોવા મળે છે. આ બંને વિટામિનની ઊણપથી થાઈરોઈડ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાડકાંના રોગો થવાની શક્યતા હોય છે. દરમિયાન વધતી જતી આ સમસ્યાને ધ્યાને રાખી કોેર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હવે વિટામિન બી-12 તપાસ કરી તેના ઈન્જેક્શન તેમજ દવા વિનામૂલ્યે પૂરા પાડવા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોને વિનામૂલ્યે ઈન્જેક્શન અને દવા મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટરમાં વ્યવસ્થા ગોઠવાશે. ખાનગી લેબમાં ટેસ્ટ મોંઘો પડે છે તેમજ ઈન્જેક્શનનો ખર્ચ પણ વધુ આવે છે. વિટામિન બી-12ની ઊણપ દૂર કરવા શાકાહારી લોકો માટે દૂધ અને તેની બનાવટની વસ્તુઓ ખાવી જરૂરી છે. તેમજ ખોરાકમાં લીલાં શાકભાજીનો ઉપયોગ વધારવો જોઈએ. જંકફૂડમાં આવતાં તત્ત્વો સૌથી વધુ જોખમી છે. ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ જંકફૂડનું સેવન કરતા હોય છે તેનાથી બચવું જોઈએ. વિટામિન બી-12ની ઊણપ દૂર કરવી હોય તો ફૂડ ફોર્ટિફીકેશનની ખાસ જરૂર છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Health Center #Peoples #medicine #vitamin B 12 #injection
Here are a few more articles:
Read the Next Article