Connect Gujarat
આરોગ્ય 

નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ.....

શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.

નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ.....
X

શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ નવ દિવસની અંદર અમુક લોકો ઉપવાસ કરતાં નથી પરંતુ સાત્વિક ભોજન ખાઈ છે. અમુક લોકો ડુંગળી, લસણ, મૂળવાળા શાકભાજી, ચ કોફીનું સેવન પણ ટાળે છે. વ્રત કરનાર લોકો અનાજ, મીઠું અને શાકભાજીનું સેવન ટાળે છે. નવરાત્રિ દરમિયાન લોકો ચોખા, રાગી, સાબુદાણા, શિંગોડાનો લોટ, વગેરેનું સેવન કરે છે. આ પદાર્થો સાત્વિક છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. તો ચાલો જાણીએ આવા સાત્વિક ખોરાક ખાવાથી શરીરને શું ફાયદાઓ થાય છે.

નવરાત્રિ દરમિયાન સાત્વિક ખોરાક ખાવાના ફાયદાઓ....

1. શરીરને આખો દિવસ એનર્જેટીક રાખે છે.

સાત્વિક ભોજન કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવા ખાધ પદાર્થોનું સેવન કરવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.

2. શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે.

સાત્વિક ભોજન સામાન્ય રીતે હળવું હોય છે. પચવામાં એકદમ સરળ અને વધુ મસાલા કે ફેટથી મુક્ત હોય છે. આ શરીરને ડીટોકસીફાઈ કરવામાં મદદ કરે છે.

3. ડાયટને બેલેન્સ કરે છે

સાત્વિક ભોજનમાં ઘણી વાર અલગ અલગ પ્રકારના ફળ, શાકભાજી, સૂકા મેવા અને બીજનો સમાવેશ કરવામાં આવે છે. આનાથી ઉપવાસના સમયગાળા દરમિયાન સંતુલિત પોષણ સેવન જાળવી રાખવામા મદદ કરે છે.

4. મગજને શાંત કરે છે

સાત્વિક ભોજનથી સાદગી માનસિક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે અને માનસિક અશાંતિને ઘટાડે છે. અને મગજને શાંત કરે છે, આ ધ્યાન અને પ્રાર્થનાના સમયગાળા દરમિયાન વધુ ફાયદાકારક છે.

5. પાચનમાં સુધારો કરે છે

સાત્વિક ભોજન સામાન્ય રીતે પાચનતંત્ર માટે સરળ હોય છે. જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થઈ શકે છે કે જ્યારે પાચન ક્રિયા ધીમી થઈ જાય છે. તેનાથી અસુવિધા કે પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે.

Next Story