સ્ત્રીઓમાં થતી પોષક તત્વોની ઉણપના કારણે થતી સમસ્યા, જાણો તેના લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ.

મોટાભાગની સ્ત્રીઓમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્નની ઉણપ હોય છે.

New Update
સ્ત્રીઓમાં થતી પોષક તત્વોની ઉણપના કારણે થતી સમસ્યા, જાણો તેના લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ.

ઘણીવાર, પરિવારની સંભાળ રાખવા માટે, સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોટાભાગની સ્ત્રીઓમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્નની ઉણપ હોય છે. શરીરમાં આ પોષક તત્વોની ઉણપને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

પોષક તત્વોની અછતને કારણે તેમને હંમેશા માથાનો દુખાવો, થાક, નબળાઇ, શરીરમાં દુખાવો, હાડકામાં દુખાવો, ઘા ઝડપથી ન રૂઝાય, ઝડપથી બીમાર પડવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ સ્ત્રીઓમાં સામાન્ય રીતે જોવા મળતા કેટલાક પોષક તત્વોની ઉણપ અને તેના લક્ષણો વિશે-

કેલ્શિયમ :-

ચોક્કસ ઉંમર પછી, સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, જેના કારણે તેમના હાડકાંમાં દુખાવો થાય છે. તેથી ડોકટરો તેમને કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપે છે.

આયર્ન :-

સ્ત્રીઓમાં આયર્નની ઉણપ એક સામાન્ય સમસ્યા છે. તેની ઉણપને કારણે તેઓ એનિમિયાથી પીડાય છે. આયર્ન આપણા લોહીમાં લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે અને એનિમિયાને અટકાવે છે. તેથી તેની ઉણપને પૂરી કરવા માટે ગાજર, બીટ, ગોળ અને બદામનું સેવન કરો.

વિટામિન બી 12 :-

વિટામીન B12 ની ઉણપ ઘણીવાર સ્ત્રીઓમાં જોવા મળે છે. વિટામીન B12 ની ઉણપ ઘણીવાર પોતાની જાત પર ધ્યાન ન આપવાને કારણે થાય છે. આની સીધી અસર મહિલાઓની નર્વસ સિસ્ટમ પર પડે છે અને તેમને થાક, સુસ્તી, વાળ ખરવા અને ડિપ્રેશનનો પણ સામનો કરવો પડી શકે છે.

વિટામિન ડી :-

વિટામિન ડીની ઉણપથી હાડકાં અને કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘૂંટણ પણ દુખવા લાગે છે, જેના કારણે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી જો શક્ય હોય તો હળવા સૂર્યપ્રકાશમાં મોર્નિંગ વોક કરો. જો સમસ્યા ગંભીર હોય તો ચોક્કસપણે ડોકટરો પાસેથી સપ્લીમેન્ટ્સ લો.

આ રીતે તમારી સંભાળ રાખો :-

માત્ર સંતુલિત આહાર પોષણની ઉણપને પૂર્ણ કરી શકે છે, તેથી દરરોજ માત્ર સંતુલિત આહાર લો. આમાંથી આપણને જે ઊર્જા મળે છે તે આપણા હાડકાં, હૃદય, મગજ અને આખા શરીરને સ્વસ્થ રાખે છે. આવી સ્થિતિમાં, તમારા માટે એક હેલ્ધી ડાયટ પ્લાન તૈયાર કરો અને તમારી જાતને સ્વસ્થ રાખો. ધ્યાનમાં રાખો કે ડાયટ પ્લાનની સાથે સાથે યોગા અને કસરત કરવું પણ એટલું જ જરૂરી છે.

Read the Next Article

ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આ ઉપાયો ચોક્કસથી અપનાવો

ચોમાસામાં કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે.

New Update
2526111

ચોમાસામાં કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે.

આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે હતું કે, "વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવો, કારણ કે ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. જો ઉકાળવું શક્ય ન હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

આ માટે કલોરિનની ગોળીઓને લગભગ 20 લીટર પાણીમાં નાખીને અડધો કલાક સુધી મૂકીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કેમિકલ સંપૂર્ણપણે ઓગળી જાય છે અને તે બેક્ટેરિયાનો નાશ કરી શકે.

ગટરો અને ખાડાઓમાં સમયાંતરે પાણી એકઠું થતું હોય તેવા વિસ્તારો જેવા ગંદા સ્થળોને પણ સાફ કરવા જરૂરી છે. સ્થિર પાણી મચ્છરો અને સૂક્ષ્મજંતુઓ માટેનું સંવર્ધન સ્થળ બની જાય છે. નિયમિત સફાઈથી વાતાવરણ સ્વચ્છ રહે છે અને સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી થઈ જાય છે."

આ સાથે જ ભોજનની સ્વચ્છતાનું પણ ખૂબ મહત્વ છે. ખુલ્લા, વાસી અથવા ગંદા હાથથી બનેલા ખોરાકથી પાણીજન્ય રોગો વધે છે, તેથી તાજા, સ્વચ્છ અને ઘરે રાંધેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ.

ખોરાક તૈયાર કરતા અને પીરસતાં પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ ઉપરાંત ઘન કચરાના નિયમિત નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કચરો એકઠો થવો એ માખીઓ અને અન્ય જીવાતોને ઉછેરે છે જે ખોરાક અને પાણીને ચેપ લગાવી શકે છે.

water-borne diseases | Monsoon | Monsoon Dieses | Monsoon News