ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. મંગળવારે ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી.હિઝબુલ્લાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાસિમની આ પદ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેણે હંમેશા સંગઠનના સિદ્ધાંતોનું પાલન કર્યું છે. અલ્લાહ તેમને તેમના મિશનમાં સફળતાનો માર્ગ બતાવે.અત્યાર સુધી કાસિમ સંગઠનમાં નંબર 2 પર હતો.
હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી,નઈમ કાસિમને સંગઠનની જવાબદારી !
ઈઝરાયલના હુમલામાં હસન નસરાલ્લાહના મોતના 32 દિવસ બાદ હિઝબુલ્લાહે નવા વડાની જાહેરાત કરી છે. ઉપનેતા નઈમ કાસિમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી દુનિયા | Featured | સમાચાર
નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે જ લેબનનના લોકોને સંબોધિત કર્યા હતા. UAEના મીડિયા હાઉસ Irem News અનુસાર, તે ઈરાનમાં રહે છે.કાસિમે 5 ઓક્ટોબરે બેરૂત છોડી દીધું. તેમને ઈરાનના વિદેશ મંત્રીના વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના નેતાઓએ ઈઝરાયલના ડરથી કાસિમને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો.
