Connect Gujarat
ગુજરાત

હોળી- ધુળેટી : અંગોના દુષણો પર રંગોની મહેક વરસાવતો પર્વ એટલે ધુળેટી, ભારતવર્ષમાં છે વિશેષ મહત્ત્વ

હોળી- ધુળેટી : અંગોના દુષણો પર રંગોની મહેક વરસાવતો પર્વ એટલે ધુળેટી, ભારતવર્ષમાં છે વિશેષ મહત્ત્વ
X

ગણ માહની પૂર્ણ ચંદ્રની સાંજે ઉજવાતો

હોળી પર્વ સમગ્ર ભારતમાં વિધ વિધ રીતે ઉજવામાં આવે છે. હોળી પર્વ આવતા જ

સ્ત્રી-પુરૂષ, બાળા-વૃદ્ધા સૌ તેની ભવ્ય ઉજવણીની તૈયારીમાં લાગી જાય છે.

બજારમાં ધાણી, દાળિયા, કપૂર, અવનવી પિચકારી અને રંગોની રેલમછેલ જોવા મળે છે. હોળી બે દિવસીય

તહેવાર છે. પ્રથમ દિવસે હોલિકા દહન અને બીજા દિવસે રંગોની ધૂમ એટલે કે ધૂળેટી.

પૌરાણિક કથા અનુસાર પ્રહલાદની શ્રેષ્ઠ

વિષ્ણુભક્તિને કારણે હોલિકા નામક રાક્ષસી આગમાં ભષ્મ થઈ ગઈ હતી. આ પ્રસંગની યાદમાં

દરવર્ષે હોલિકા

દહનની સાંજે સૌ સ્નેહીજન સાથે મળીને છાણાં, લાકડાં, શ્રીફળના ઢેરની પૂજા

અર્ચના કરી હોલિકા પ્રગટાવવામાં આવે છે, તેમજ તેની પ્રદક્ષિણા ફરે છે. એવું

કહેવાય છે કે, હોલિકા દહનની જારનો તાપ લાગવાથી શરીરના બધા રોગો નાશ પામે છે.

તેમજ લોકો ધાણી, દાળિયા, શ્રીફળ અને વાતાવરણ શુદ્ધિ હેતુ કપૂર હોલિકાની આગમાં અર્પણ કરે

છે, તથા એ રાખનો લેપ શરીર

પર લગાવાથી ચામડીના રોગોથી મુક્તિ મળે છે, આ ઉપરાંત આપણામાં રહેલા આંતરિક વિકારો

જેવા કે, લોભ, મોહ, ઈર્ષા, અને ગુસ્સો

હોલિકામાં બળીને ભષ્મ થઈ જાય છે. જૂના મનમોટાવ ભૂલી સૌ સાથે હાલીમળીને પ્રેમનો આ

તહેવાર ઉજવે છે.

હોલિકા દહનનો બીજો દિવસ ધૂળેટી એટલે કે

રંગોનો તહેવાર. લાલ, લીલાં, પીળાં, ગુલાબી અને કેસરિયાં જેવા વિવિધ રંગો જીવનની ક્ષણોને રંગબેરંગી બનાવી દે છે. આજના ટ્રેન્ડ મુજબ લોકો ધૂળેટીસોસાયટી તેમજ પાર્ટીપ્લોટમાં

સંગીત અને ડાન્સ સાથે મસ્તીમાં મગ્ન બની ઉજવે છે. રંગબેરંગી ફૂલોમાંથી બનેલાં ઓર્ગેનિક રંગોની

રમઝટ જામે છે. નાના-મોટા સૌ સાથે મળીને એકબીજા પર રંગનો છટકાવ કરી વ્હાલ વરસાવે

છે. બાળકો પોતાની મસ્તીમાં પિચકારી અને ફુગ્ગા વડે ધમાલ મચાવે છે.

Next Story