કર્ણાટકથી ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર મળ્યા છે. એક જીપ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 9 કામદારોના મોત થયા હતા અને 13 ઘાયલ થયા હતા.
આ અકસ્માત તુમકુર જિલ્લામાં નેશનલ હાઈવે પર સેરા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ જીપ સવારો રોજિંદા મજૂરી કરતા હતા. તેઓ બેંગ્લોર તરફ જઈ રહ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. એસપી રાહુલ કુમાર શાહપુરવાડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના આશ્રિતોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેવી જ રીતે ઘાયલોને 50-50 હજારની સહાય આપવામાં આવશે.
