કુરાન સળગાવવાના મામલે સ્વીડનમાં તોફાનો ફાટી નીકળ્યા, સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા

New Update
કુરાન સળગાવવાના મામલે સ્વીડનમાં તોફાનો ફાટી નીકળ્યા, સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા

દક્ષિણપંથી નેતા રૈસમસ પલુદાનની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકો દ્વારા કુરાન સળગાવી દેવામાં આવ્યું હતું. એ જ જગ્યાએ વિરોધ બાદ પરિસ્થિતિ તંગ બની હતી.

વિશ્વભરની શાંતિ ધરાવતો દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના મામલે તોફાન ફાટી નીકળ્યું હતું. મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં લોકો દક્ષિણ સ્વીડનમાં માલ્મો શહેરની સડકો પર ઉમટી પડ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી અનેક કારના ટાયરોને આગ ચાંપી હતી એટલું જ નહીં, તેમણે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે હિંસક ટોળાને કાબૂમાં લેવા માટે આંસુ ગેસના શેલ છોડવા પડ્યા સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર માલમોમાં કુરાનની એક નકલ સળગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ દંગો ભડકી ઉઠ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે અચાનક લગભગ 300 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ટાયર સળગાવતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. પથ્થરમારામાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ઘણી જહેમત ઉઠાવી હતી.

સ્વીડનની રાષ્ટ્રવાદી પાર્ટી સ્ટ્રેમ કુર્સના નેતા રૈસમસ પલુદાનને મીટિંગની મંજૂરી ના મળતા તોફાનો થયા હતા. તેને સ્વીડનની સરહદ પર અટકાવવામાં આવ્યો હતો. જ્યારે તેણે બળપૂર્વક શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી. શુક્રવારે, તેમના સમર્થકોએ માલમાના ક્રોસરોડ પર કુરાનની કેટલીક નકલો સળગાવી હતી.

Latest Stories