Love ni love stories movie
Love ni love stories movie
 • દેશ
વધુ

  હૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય!, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ

  Must Read

  વડોદરા : 48માં “દર્પણ” બાળ મેળાનો પ્રારંભ, વિવિધ કૃતિઓ બની છે આકર્ષણનું કેન્દ્ર

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજીબાગ ખાતે 48મો ત્રિદિવસીય બાળમેળો "દર્પણ"નો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રારંભ...

  ભરૂચ: અંકલેશ્વરની મોબાઈલ શોપમાં રૂ. 1.90 લાખના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ બૈતુલ કોમ્પ્લેક્ષની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ મોબાઈલ શોપમાંથી રૂપિયા 1.90...

  સુરત: જુઓ, ધુમ્મસ ભર્યા વાતાવરણમાં સમગ્ર શહેર કેવા હિલ સ્ટેશન જેવુ બન્યું..!

  સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા...

  હૈદરાબાદમાં દિશા (નામ બદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા નેશનલ હાઇવે નં-44 લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે ચારેય આરોપીઓને ઠાર માર્યા હતા.

  ગત 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે શરમજનક ક્રૂરતાની ઘટના બની હતી. બેંગ્લોર હૈદરાબાદ નેશનલ હાઇવે પરના અંડરપાસ નજીક એક મહિલા ડોક્ટરની સળગી ગયેલી લાશ મળી હતી. ત્યાર બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

  હૈદરાબાદ પોલીસને દિશા (નામ બદલ્યું છે) ના આરોપીની 7 દિવસની કસ્ટડી મળી હતી. આ સાત દિવસ દરમિયાન પોલીસ પુછપરછ કરી રહી હતી અને આ દરમિયાન આરોપીઓને તે જ સ્થળે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ દિશા (બદલાયેલ નામ) સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને જીવતી સળગાવી દીધી હતી. પોલીસ ગુનાના દ્રશ્ય રીક્રિએટ કરવા ચારેય આરોપીને ઘટના સ્થળ પર લઈ ગઈ હતી.

  દિશાના પિતાએ શું કહ્યું…

  હૈદરાબાદની મહિલા ડોક્ટર (દિશા) ના પિતાએ પણ આ એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આજે તેની પુત્રીની આત્માને શાંતિ મળશે. આ સાથે જ તેની બહેને એમ પણ કહ્યું કે આજે ન્યાય થયો છે.

  ડો. દિશાના કાકાએ કહ્યું – ન્યાય થયો પણ કાયદો દેશમાં યોગ્ય રીતે લાગુ થતો નથી

  એન્કાઉન્ટર પર દિશાના કાકાએ કહ્યું કે જો તે લોકોને મારી નખાયા હોય તો અમે ખુશ નથી, કારણ કે તેમના પણ માતા-પિતા છે. આરોપીએ છટકી જવાની કોશિશ કરી હશે, તેથી પોલીસે એન્કાઉન્ટર કર્યું હશે. જો પોલીસ ઇચ્છતી તો પહેલા જ દિવસે આરોપીને ઠાર મારતી. હવે આરોપીઓને સજા મળી ગઈ છે. જો સજા ઝડપથી મળવા માંડશે, તો નરાધામોના દિમાગમાં ભય પેદા થશે.

  હૈદરાબાદના નરાધામોના એન્કાઉન્ટર પર બોલી નિર્ભયાની માતા – તેઓ એ લાયક જ હતા ..

  નિર્ભયાની માતા આશા દેવીએ આ ઘટના અંગે પોતાનો જવાબ આપ્યો હતો અને આ એન્કાઉન્ટરને ન્યાયી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ આરોપીઓ લાયક જ હતા, કારણ કે તેઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

  નિર્ભયાની માતાએ કહ્યું હતું કે ‘હૈદરાબાદ પોલીસની ઉદારતાને તેઓ દાદ આપે છે’ તેમનો આભાર માને છે. આ આરોપીઓ તે લાયક જ હતા કારણ કે તેઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ‘

  તેણે કહ્યું કે, વિચારો કે આરોપીઓના મનમાં કેટલી હદે ગુનો છે કે તેમને પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો. પરંતુ આજે પરિવારને ન્યાય મળ્યો, હું પણ સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું પરંતુ આજેય નિર્ભયાના આરોપીને ફાંસી આપવામાં આવી નથી.

  - Advertisement -Love ni love stories movie

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  વડોદરા : 48માં “દર્પણ” બાળ મેળાનો પ્રારંભ, વિવિધ કૃતિઓ બની છે આકર્ષણનું કેન્દ્ર

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજીબાગ ખાતે 48મો ત્રિદિવસીય બાળમેળો "દર્પણ"નો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રારંભ...
  video

  ભરૂચ: અંકલેશ્વરની મોબાઈલ શોપમાં રૂ. 1.90 લાખના મત્તાની ચોરી, તસ્કરોની કરતૂત થઈ CCTVમાં કેદ

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ બૈતુલ કોમ્પ્લેક્ષની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ મોબાઈલ શોપમાંથી રૂપિયા 1.90 લાખના માલમત્તાની ચોરી કરી હતી,...
  video

  સુરત: જુઓ, ધુમ્મસ ભર્યા વાતાવરણમાં સમગ્ર શહેર કેવા હિલ સ્ટેશન જેવુ બન્યું..!

  સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.
  video

  આણંદ: ખંભાતમાં જૂથ અથડામણ બાદ સ્થાનિકોની હિજરત, પોલીસની બિન કાર્યવાહી ગણાવી જવાબદાર!

  ખંભાતના અકબરપુર વિસ્તારમાં ગઈકાલે થયેલ જૂથ અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને હિંસક જૂથ અથડામણ બાદ સ્થાનિક લોકો ડરના...
  video

  ભરૂચ : “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની કરાઇ ઉજવણી, રેલી સહિત યુવા મતદાર મહોત્સવ યોજાયો

  ભારત નિર્વાચન આયોગ અંતર્ગત ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા તા. 25મી જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી...

  More Articles Like This

  - Advertisement -