/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/30132154/image-9.png)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કરશે. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કરશે.. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવશે.
આ ભવનનું નિર્માણ ભારતની આર્થિક મદદ દ્વારા કરવામાં આવ્યું છે. રાજધાની પોર્ટ લૂઈસમાં પ્રથમ ભારતીય સહાય માળખાકીય પરિયોજના અંતર્ગત આ સુપ્રીમકોર્ટ ભવન નિર્માણ પામ્યું છે. આ પરિયોજના નિર્ધારિત સમયની અંદર અને અપેક્ષાથી ઓછા સમયમાં પૂર્ણ થયું છે.
10 માળની આ ભવનની ઈમારત 4 હજાર 700 વર્ગ મીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલી છે. સુપ્રીમકોર્ટની નવી બિલ્ડિંગ બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીમાં પાયાનો પથ્થર સાબિત થશે.