/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/10131756/cv-1.jpg)
પાકિસ્તાન પહેલાથી જ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાનો વિરોધ કરી રહ્યો હતું. હવે તે બીજા
નિર્ણય સામે પણ વિરોધમાં ઉતર્યું છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું.
પાકિસ્તાનના વડા
પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતની લોકસભામાં પસાર થયેલા નાગરિકત્વ સુધારા
બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાનો
વિરોધ કરી રહ્યો હતો, હવે તે બીજા નિર્ણય સામે વિરોધ પર ઉતરી આવ્યો છે.
ઈમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું
હતું. ઇમરાને આરોપ લગાવ્યો કે આ બિલ બંને દેશો વચ્ચે થયેલા કરારની વિરુદ્ધ છે.
પાકિસ્તાનના વડા
પ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું છે કે, 'અમે ભારતની લોકસભા
દ્વારા પસાર કરાયેલા નાગરિકત્વ બિલનો વિરોધ કરીએ છીએ. આ કાયદો પાકિસ્તાન સાથે
દ્વિપક્ષીય કરાર અને માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના હિન્દુ રાષ્ટ્રનો આ એજન્ડા છે, જેનો અમલ હવે મોદી
સરકાર કરે છે.
તમને જણાવી દઇએ કે
અગાઉ આ વિધેયકનો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને વિરોધ કર્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ બંને દેશો
વચ્ચેના તમામ દ્વિપક્ષીય કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે અને ખાસ કરીને લઘુમતીઓના
અધિકારો અને સલામતી માટે ચિંતાજનક છે.