અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

Latest Stories