New Update
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.તારીખ 16મી ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિવાળી પહેલા આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 50 ટકા થી વધીને 53 ટકા થઈ ગયું છે. લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. DA દર 6 મહિને વધે છે. વધેલો DA 1 જુલાઈથી લાગુ થશે. કર્મચારીઓને 3 મહિનાનું એરિયર્સ પણ મળશે.
Latest Stories