મોદી સરકારે વન નેશન-વન ઇલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી.
મોદી કેબિનેટે તે સમિતિની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. હવે શક્ય છે કે શિયાળુ સત્રમાં સંસદમાં "વન નેશન-વન ઈલેક્શન' પર બિલ લાવવામાં આવે અને જો બિલ પસાર થઈ જાય તો 2029થી લોકસભામાં અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ.
કોવિંદ સમિતિની દરખાસ્તો અનુસાર, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણી 100 દિવસમાં યોજાશે, જેમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે, પરંતુ વિપક્ષ કહી રહ્યા છે કે 'વન નેશન-વન ઇલેક્શન શક્ય નથી.
તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાનો માર્ગ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે. મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર કોવિંદ કમિટીના રિપોર્ટને મંજૂરી આપી દીધી છે. સાથે જ કોંગેસ કહી રહી છે કે એક દેશ એક ચૂંટણી નહીં ચાલે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.
કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોકસ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.