/connect-gujarat/media/media_files/2025/01/31/AEs3M2xIH13RS4HW02S3.jpeg)
પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે પાસે ટ્રક અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત 7:45 વાગ્યાની આસપાસ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના ફીરોજપુરથી પીકઅપમાં બેસીને જલાલાબાદ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે પીકઅપની ટક્કર થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ 9 લોકોના મોત નીપજ્યા હતા.
અકસ્માતની જાણ થતા રોડ સેફ્ટી ફોર્સ ઉપરાંત સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. અકસ્માતમાં 15થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક ધડાકો થતાં આસપાસના સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા.