PMની હાજરીમાં CR પાટીલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ભોજન સમારોહ યોજાયો

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત સરકાર ના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો , ભાજપના તમામ ધારાસભ્ય તથા કેટલાક પૂર્વ સાંસદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.વડાપ્રધાનના આગમન સમયે સીઆર પાટીલના પરીવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીની એક સાથે એન્ટ્રી થઈ એ સમયે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તેમને નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળ્યા હતા.વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય જોડાયા હતા.

ભોજન સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસની વંડી ઠેકીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા પણ હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા જ્યાં તે ફોટો સેશનમાં પણ જોડાયા હતા.

Latest Stories