Connect Gujarat
દેશ

ઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા.....

ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી.

ઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા.....
X

ઝારખંડના ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ લોકો દોડી ગયા હતા. જ્યા પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી હતી. સાથે ગિરિડીહના ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લાકડા અને એસપી દીપક શર્માએ પણ મુલાકાત લીધી હતી. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી પણ બનાવ સ્થળે દોડ્યા હતા. જેમણે ટ્વીટ થકી માહિતી આપી હતી. સ્થાનિક લોકો સાથે પોલીસ બચાવ કાર્યમાં જોડાઈ હતી.બસમાં લગભગ 30 લોકો સવાર હતા. જોકે જાનહાનિ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 25 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવકાર્ય ચાલી રહ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે. કે બસ પૂરપાટ વાગે જઈ રહી હતી. જેમાં એકાએક જ ચાલકે સ્ટેરીંગ પરનો કાબો ગુમાવી દીધા બાદ બેકાબુ બનેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story