દિલ્હી ચૂંટણીમાં AAPને સૌથી મોટો ફટકો, એક સાથે 7 ધારાસભ્યોએ પાર્ટીને કહી દીધું રામ રામ

આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે.

New Update
Delhi 7 MLA Resighn

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી ધરી દીધું છે આમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મેહરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠક પરથી પવન શર્મા અને બિજવાસન બેઠક પરથી ધારાસભ્ય બીએસ જૂનનો સમાવેશ થાય છે. 

Advertisment

આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા ધરસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી, તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે. આમ આદમી પાર્ટીની આ દુર્દશા જોઈને મન ખૂબ દુખી છે.

Latest Stories