New Update
/connect-gujarat/media/post_banners/d6bf67963869950c45cc6068378e77aae5fc3f96a7fe28dfc78ec8ecb82016f8.webp)
મહારાષ્ટ્રના શિરડીમાં એક ભયાનક અકસ્માતના થયો છે. અહીં શિરડી હાઈવે પર બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં લગભગ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બસમાં લગભગ 50 લોકો સવાર હતા.
નાશિક પોલીસે જણાવ્યું કે અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર પથારે પાસે થયો હતો. બસ સાંઈ બાબાના ભક્તોને લઈ જઈ રહી હતી. ત્યાર બાદ તે ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હતા.