આંબેડકર જયંતિએ દેશભરમાં જાહેર રજા, ભારત સરકાર દ્વારા લેવાયો નિર્ણય !

ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ દેશભરમાં

New Update
pubile

ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ દેશભરમાં જાહેર રજા રહેશે. આ અંગેનો સત્તાવાર આદેશ ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ ભારત સરકારના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

Advertisment

આ રજા દરમિયાન દેશભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ બંધ રહેશે. આ ઉપરાંત, શાળાઓ અને કોલેજોમાં પણ રજા રહેશે, જેથી લોકો બાબાસાહેબના જીવન અને તેમના સામાજિક સુધારાઓને યાદ કરી શકે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે.

ડૉ. બી. આર. આંબેડકર, જેમને પ્રેમથી બાબાસાહેબ કહેવામાં આવે છે, તેમણે ભારતના બંધારણને ઘડવામાં અને સમાજમાં સમાનતા લાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમની જન્મજયંતિ ૧૪ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવસ તેમના યોગદાનને યાદ કરવા અને તેમના વિચારોને આત્મસાત કરવાનો અવસર છે. આ વર્ષે ૧૪ એપ્રિલના રોજ સોમવાર છે અને આ રજા સમગ્ર દેશમાં લાગુ થશે.

Advertisment
Latest Stories