/connect-gujarat/media/media_files/2026/01/05/2-2026-01-05-17-14-21.jpg)
આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGC તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
કુવામાં સમારકામ દરમિયાન જોરદાર વિસ્ફોટ થતાં આ ઘટના બની હતી, જેનાથી કાચા તેલમાં મિશ્રિત ગેસ હવામાં ફેલાઇ ગયો હતો. ઇરુસુમાંડા ગામમાં બનેલી આ ઘટના બાદ લોકો ઘર છોડીને ભાગી ગયા હતા, અને સમગ્ર વિસ્તાર માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં કાર્યરત ONGC તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઉત્પાદન બંધ થયા પછી વર્કઓવર રિગનો ઉપયોગ કરીને કુવાનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. સમારકામ દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેનાથી કાચા તેલમાં મિશ્રિત ગેસનો મોટો જથ્થો હવામાં ફેલાઇ ગયો હતો. આ કૂવો કોનાસીમાના રાજોલ વિસ્તારમાં આવેલા ઇરુસુમાંડા ગામમાં આવેલો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લીક થયેલા ગેસમાં તરત જ આગ લાગી હતી. આ જોઈને, નજીકમાં રહેતા લોકો અને અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા. સુમાંડા અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની જેમ ગેસ અને ધુમાડાનું વાદળ ફેલાઈ ગયું હતું. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક નજીકના ગામડાઓ ખાલી કરાવ્યા. ઘણા લોકો પહેલાથી જ પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા. તેઓ પોતાના ઢોરઢાંખરને પણ સલામત સ્થળે લઈ ગયા. લોકોને વીજળીનો ઉપયોગ ન કરવા, વિદ્યુત ઉપકરણો ચાલુ ન કરવા અને ચૂલા ન સળગાવવા માટે કહેવામાં આવ્યું છે. લીકેજને કાબુમાં લેવા અને આગ ઓલવવા માટે ONGCના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.