અંકલેશ્વર: વોર્ડ નંબર 9માં ઉભરાતી ગટરના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ, કોન્ટ્રાકટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવાઈ !

અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર 9માં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

New Update

અંકલેશ્વરના વોર્ડ નંબર 9માં સમસ્યા

ગુ.હાઉસિંગ બોર્ડ નજીક ઉભરાતી ગટર

સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

કોન્ટ્રાકટર દ્વારા ગટરની કામગીરી અધૂરી છોડી દેવાઈ

વહેલીતકે પ્રશ્નના નિરાકરણની માંગ

અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર 9માં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધુરી છોડી દેવામાં આવતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ૯માં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે ચૂંટાયેલા નગરસેવકો તેમજ પાલિકાના સતાધિશો પરત્વે રોષ ઠાલવ્યો હતો.સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર જ છેલ્લા ચાર દિવસોથી ગટરોનું પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. સોસાયટીમાં પારાવાર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બાળકો બીમાર પડી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી રોડ ડ્રેનેજનું કામ કોન્ટ્રાકટર અધુરુ છોડી જતો રહ્યો છે. આ અંગે પાલિકાના સતાધિશોને અનેક વાર રજુઆતો કર્યા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી
Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.