દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના કેસને કાબૂમાં લેવા માટે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ 14 ઓગસ્ટના રોજ મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. મંકીપોક્સથી ગભરાવાની જરૂર નથી. માત્ર થોડી સાવચેતી રાખવાથી, તમે પણ મંકીપોક્સ વાયરસના સંક્રમણથી બચી શકો છો.
દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. દુબઈથી કેરળ પરત ફરેલ એક વ્યક્તિ સંક્રમિત જોવા મળ્યો છે. મલપ્પુરમ જિલ્લામાં 38 વર્ષીય વ્યક્તિની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે માણસને મંકીપોક્સ ચેપ હોવાની પુષ્ટિ થઈ છે.
આ પહેલા દેશમાં 9 સપ્ટેમ્બરે મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સની શંકાના આધારે 8 સપ્ટેમ્બરે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.