Connect Gujarat
દેશ

રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

X

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. આજે સવારે 3 વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી છે. મંદિરના ગેટ જેવા ખુલ્યા લોકો પહેલાં અંદર જવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા. મંદિરની સામે લોકો બેકાબૂ થઈ ગયા હતા. રામ મંદિર પહોંચી રહેલાં દર્શનાર્થીઓના મોબાઈલ હજારોની સંખ્યામાં છે. તેને જમા કરાવવાની વ્યવસ્થા અત્યારે પોલીસ અને મેનેજમેન્ટ પાસે નથી. રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષામાં તહેનાત એક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે જે લોકો મોબાઈલ લઇને પહોંચી રહ્યા છે, તેમને અટકાવવા પણ અત્યારે શક્ય નથી.પ્રથમ દિવસ હોવાથી મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું હતું. આ છતા દેશભરના શ્રધ્ધાળુઓએ ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનૂભવી હતી.

Next Story