/connect-gujarat/media/media_files/2025/05/02/3VR5931Qz75Zm5529XIs.jpg)
કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગમાંનું એક છે અને ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતિયાના પવિત્ર તહેવારની આસપાસ શુભ મુહૂર્ત જોયા પછી તેને ફરીથી ખોલવામાં આવે છે. કપાટ ખોલવાની પ્રક્રિયામાં વિવિધ પરંપરાગત વિધિઓનો સમાવેશ થાય છે.
કપાટ ખુલતાની સાથે જ હજારો ભક્તો બાબા કેદારના દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી જાય છે. આ શુભ પ્રસંગ માટે મંદિર અને તેની આસપાસના પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ધામને સજાવવા માટે લગભગ 108 ક્વિન્ટલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 11,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું છે.