Connect Gujarat
દેશ

દિવાળી પહેલા મોદી સરકારને ટેક્સમાંથી મોટી આવક,આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

ઓક્ટોબરમાં જીએસટી કલેકશન કુલ 1 લાખ 30 કરોડની ઉપર પહોચ્યું છે

દિવાળી પહેલા મોદી સરકારને ટેક્સમાંથી મોટી આવક,આંકડો જાણી આંખો પહોળી થઈ જશે
X

GST કલેકશનને લઈને સરકાર માટે મોટી ખુશખબરી સામે આવી છે.મોટી ખુશખબરી એટલા માટે કારણકે ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેકશનનો આંકડો વધીને 1.30 લાખ કરોડ રૂપિયા પહોચી ગયો છે.જ્યારે ગત મહિને આ આંકડો માત્ર 1.17 લાખ કરોડ રૂપિયા હતો. જીએસટી અમલમાં લાવ્યા બાદ અત્યાર સુધીનો આ બીજો સૌથી મોટી આકડો છે. ઓક્ટોબરમાં જીએસટી કલેકશન કુલ 1 લાખ 30 કરોડની ઉપર પહોચ્યું છે જે કલેકશન ગત વર્ષની સરખામણીએ 24 ટકા તેમજ 2019 અને 20ની સરખામણીએ તો 36 ટકા વઘારે નોંઘાયો છે. કુલ 1,30,000 કરોડના જીએસટી કલેકશનમાં 23.861 કરોડ CGST, 30,421 કરોડ રૂપિયાનો SGST, તે સિવાય 67,361 કરોડનો GST પણ શામેલ છે.

જેમા 32,998 કરોડ રૂપિયાનો સામાન આયાત પર ગયો છે. જીએસટીમાં 8,484 કરોડ રૂપિયાની શેશ બાકી છે. જેમા 699 કરોડ રૂપિયાના સામાન પર આયાત કલેક્ટ કરવામાં આવ્યો છે. સરકારના કહેવા પ્રમાણે ઓક્ટોબર મહિનાનો આયાત રેવન્યૂ ગત વર્ષ કરતા 39 ટકા વધારે રહ્યો છે. ઘરેલું ટ્રાન્જેકશન દ્વારા મળેલો રેવન્યું પણ ગત વર્ષની સરખામણીએ 19 ટકા વઘારે રહ્યો છે. જેમા આયાત પણ શામેલ છે. ઓક્ટોબર મહિનાનો જીએસટીનો આકડો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આકડો છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કલેકશન વધવાને કારણે રાજકોષીય ખાધ ઘટે છે. જેના કારણે સરકારનું દેવું પણ ઓછુ થયા છે. રાજકોષીય ઘાતને ઓછું કરવા માટે સરકાર સબસીડીમાં પણ ઘટાડો કરે છે. નાણા મંત્રાલય દ્વારા દર વર્ષે જીએસટી કલેકશનના લક્ષ્ય દ્વરાા રાજકોષીય ખાધને ઓઠો કરવાનો ટાર્ગેટ કરવામાં આવેછે. હવે જો આ ઘટશે તો વિદેશી ઈન્વેસ્ટરો ભારતના શેર બજારમાં રોકાણ કરશે.

Next Story