/connect-gujarat/media/media_files/2024/12/09/YI8Q25pIcIhK7kbuz1WI.jpg)
ભાજપે રવિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી એક સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે.
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આ સંગઠનનું નામ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) છે. સોનિયા તેના કો-ચેરપર્સન (CO) છે.ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેટલાક લોકો સાથે જોડાયેલા છે જે ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. તેમાંથી એકનું નામ સલિલ શેટ્ટી હોવાનું કહેવાય છે, જે ઓપન સોસાયટી ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. આ ફાઉન્ડેશન OCCRP સંસ્થાને ભંડોળ પૂરું પાડે છે, જેથી ભારત વિરુદ્ધ અહેવાલો પ્રકાશિત કરી શકાય.યુએસ સરકારે ભાજપના આ આરોપોને ફગાવી દીધા છે. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા મીડિયાની સ્વતંત્રતાનું સમર્થક છે. તે OCCRP ને ભંડોળ આપતું નથી. OCCRPએ પણ ભાજપના આરોપોને ફગાવી દીધા હતા.