સાયબર માફિયાઓ દ્વારા વિવિધ સ્કેમ હેઠળ નિર્દોષ લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉલેચી લેતા હોય છે.આ સાથે જ સ્કેમર્સની પણ નવી યુક્તિ શરૂ થઈ ગઈ છે.વોટ્સએપ પર હવે લગ્નનું આમંત્રણ મોકલી છેતરપિંડી કરવામાં આવી રહી છે.
વોટ્સએપ પર હાલમાં લગ્નનું આમંત્રણ મોકલીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.લગ્નની કંકોત્રી વોટ્સએપ પર મોકલવાનો પણ એક ટ્રેન્ડ છે.જોકે સાયબર માફિયાઓએ આ પ્રકારના આમંત્રણને પોતાના મનસૂબાને પાર પાડવા માટેનું હથિયાર બનાવી લીધુ છે.આ માટે વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે જે યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ ઇન્સ્ટોલ થતાની સાથે જ તમામ માહિતી હેકર્સને મળી જાય છે અને બેંક માંથી પૈસા ખાલી થઈ જાય છે.
હાલમાં હિમાચલ પ્રદેશની પોલીસ પાસે આ પ્રકારની ઘણી ફરિયાદ આવી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પર લગ્નનું આમંત્રણ આવ્યું છે અને એને ઓપન કરતા જ પૈસા કપાઈ જાય છે.સ્કેમ કરનારા દ્વારા આ સાથે જ એન્ડ્રોઇડ ફોન માટેની APK ફાઇલ મોકલવામાં આવી રહી છે. એના પર ક્લિક કરતાં જ એ ઇન્સ્ટોલ થઈ જાય છે અને એના યુઝરને જાણ પણ નથી થતી આ ઇન્સ્ટોલ થતાં જ યુઝરની તમામ માહિતી હેકર્સને મળી જાય છે અને એની જાણ બહાર પૈસા ખાલી થઈ જાય છે. વન-ટાઇમ-પાસવર્ડને પણ હેકર્સ સરળતાથી વાંચી લે છે.
આ મેલવેર ઇન્સ્ટોલ થઈ ગયો તો યુઝરના તમામ ડેટા હેકર્સને મળી જાય છે. આથી સીધા બેંક એકાઉન્ટમાંથી જ એ રકમ ખાલી થઈ જાય છે. આ સાથે જ સ્કેમર્સ યુઝરના મોબાઇલનો ઉપયોગ અન્ય વ્યક્તિને છેતરવા માટે પણ કરે છે.
કોઈપણ પ્રકારના અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને ઓપન કરતા પહેલા કે ફાઇલને ડાઉનલોડ કરતા પહેલા તે અંગેની જરૂરી ચકાસણી કરીને પછી ફાઈલ ઓપન કે ડાઉનલોડ કરવી જોઈએ,તેમજ બિન જરૂરી કોઈ ફાઈલ ઓપન કે ડાઉનલોડ ન કરવી.