મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના રજુઆતો-પ્રશ્નો સાંભળશે

New Update
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના રજુઆતો-પ્રશ્નો સાંભળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે 8-00 વાગ્યેથી બપોરે 12-00 વાગ્યા રુબરૂમાં સ્વીકારવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરના રોજ બપોરે 3-30 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો, માર્ગદર્શન આપશે.

Latest Stories