/connect-gujarat/media/post_banners/7c8acd78445e96ee90ed66f95e8fbf77f504eb5f9cd8e06d0d0e17c0d6d6e967.webp)
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ યથાવત રહેશે અને તે પછી ધીમે ધીમે સુધરશે. તમને જણાવી દઈએ કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની લહેર યથાવત રહેવાની સંભાવના છે અને ત્યારબાદ તેની તીવ્રતા ઓછી થશે.
એક ન્યૂઝ એજન્સી અનુસાર, દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરો પ્લેટફોર્મ પર જ પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનના આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ક્રીન પર લગભગ 10 ટ્રેનો ખૂબ મોડી ચાલી રહી છે.
IMDના અહેવાલ મુજબ, 27 જાન્યુઆરીની રાત્રે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે. આ અંતર્ગત, આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવા છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષા અને આગામી 3-4 દિવસ દરમિયાન મધ્યમ છૂટાછવાયાથી એકદમ વ્યાપક વરસાદ/હિમવર્ષા થવાની સંભાવના છે. 26 થી 29 જાન્યુઆરી દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.