ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે,જ્યારે રાહુલ ગાંધીએ તાત્કાલિક અદાણીની ધરપકડની માંગ કરી હતી.
ગૌતમ અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર (આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ આરોપો બાદ વૈશ્વિક સ્તર પર ભારે ખળભળાટ મચી ગયો છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરવામાં આવી હતી,જ્યારે કોંગ્રેસ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર અદાણીને રક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો,અને જણાવ્યું હતું કે એક CM 10 થી 15 કરોડનું કૌભાંડ કરે તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે,જ્યારે આટલું મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ કેન્દ્ર સરકાર અદાણીને રક્ષણ આપી રહી છે,રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો સાથે તાત્કાલિક અદાણીની ધરપકડ કરવાની માંગ કરી હતી.