Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી "ભારત જોડો યાત્રા"નો હિસ્સો બનશે, પુત્ર રાહુલ સાથે પદયાત્રામાં જોડાશે...

કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભારત જોડો યાત્રાનો હિસ્સો બનશે, પુત્ર રાહુલ સાથે પદયાત્રામાં જોડાશે...
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રામાં સામેલ થશે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધી ભારત જોડો યાત્રાનો હિસ્સો હોવાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે તે મંડ્યામાં યાત્રાનો ભાગ બનશે.

કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાતમાં સામેલ થવાની માહિતી પણ આપી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી તા. 6 ઓક્ટોબરે માંડ્યામાં યોજાનારી યાત્રામાં હાજરી આપશે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 3 દિવસમાં ભાજપ શાસિત કર્ણાટકમાં ભારત જોડો યાત્રાને ઘણું સમર્થન મળ્યું છે. આ દર્શાવે છે કે, આ એક ઐતિહાસિક યાત્રા છે, અને લોકો તેમાં જોડાવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તા. 6 ઓક્ટોબરે માંડ્યામાં આ યાત્રામાં જોડાશે. જણાવી દઈએ કે, તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડી યાત્રા હવે કર્ણાટક પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા 26માં દિવસે મૈસૂરથી શરૂ થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા તા. 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. 3 હજાર 570 કિલોમીટર લાંબી કોંગ્રેસ ભારત જોડો યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે, જે દેશના 12 રાજ્યોમાંથી પસાર થશે.

Next Story