/connect-gujarat/media/media_files/2025/07/02/slopds-2025-07-02-14-40-53.png)
મુંબઈના મીરા રોડમાં બાલાજી હોટેલ નજીક આવેલી જોધપુર સ્વીટ્સ એન્ડ નમકીનના48 વર્ષના માલિક બાબુલાલ ચૌધરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ રવિવારે સાંજે મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરતાં સ્થાનિક મારવાડી સમુદાયના વેપારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ જોરદાર વિરોધ કર્યો છે.
વિડિયો થયો વાયરલ
આ મુદ્દે મારવાડી સમુદાયના વેપારીઓ વિરોધ નોંધાવવા એકાદ-બે દિવસમાં દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવશે એટલું જ નહીં, રવિવારની ઘટના બાદ સોમવારે મારવાડી સમુદાયના સભ્યો ભેગા થઈ જતાં કાશીમીરા પોલીસે મીઠાઈના વેપારીની મારઝૂડ કરનાર MNSના 7 કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે.અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.