Connect Gujarat
દેશ

દેશમાં કોરોનાના કેસ ઘટ્યા જો કે મૃત્યુઆંક વધતા ચિંતાનો માહોલ

દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આકડો દિવસને દિવસે વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે

દેશમાં કોરોનાના કેસ ઘટ્યા જો કે મૃત્યુઆંક વધતા ચિંતાનો માહોલ
X

દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આકડો દિવસને દિવસે વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 893 લોકોના મોત પણ થયા છે. જેથી કહી શકાય કે દિવસને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે. ખાસ કરીને કેરળમાં સ્થિતી કંટ્રોલની બહાર જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાના 51, 570 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના અહીયા મોત થયા છે.

કેરળ સરકાર દ્વારા હવે કોરોના કંટ્રોલમાં રાખવા વીકેંડ કર્ફ્યુને પણ એક દિવસના લોકડાઉનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સવારે સાતથી રાતના 9 વાગ્યા સુધી અહીયા માત્ર જરૂરી સામાન લેવા માટેની દુકાનો ખુલ્લી રહેશે. જોકે હોસ્પિટલ ખુલ્લી રહેશે સાથેજ લોકો વેક્સિનેશન પણ કરાવી શકશે. મુંબઈમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 1160 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 3,674 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોના મોત થયા છે.

Next Story