મણિપુરમાં સુરક્ષાદળોએ સોમવારે એક મોટું ઓપરેશન હાથ ધરી ઓછામાં ઓછા 10 હથિયારધારી કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. આ ઉગ્રવાદીઓ જીરીબામ જિલ્લાના બોરો બેકરામાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે, કુકી ઉગ્રવાદીઓએ જીરીબામના બોરોબેકરામાં CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો.
કુકી ઉગ્રવાદીઓના હુમલાનો જવાબ આપતા CRPFએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 10 કુકી ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં CRPFનો એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી 4 SLR સેલ્ફ લોડેડ રાઈફલ, 3 AK-47, એક RPG રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
11 suspected militants killed in an encounter with CRPF in Jiribam area of Manipur. A CRPF personnel is also critically injured in the encounter: Sources pic.twitter.com/mDoJu2VA3y
— ANI (@ANI) November 11, 2024
CRPF અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી.જોકે જ્યારે તેઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો ત્યારે તેઓએ જવાબી કાર્યવાહી કરી અને જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.