Connect Gujarat
દેશ

ભારત બાંગ્લાદેશ બોર્ડર પર દેશની દીકરીઓ કરી રહી છે સુરક્ષા

સાઉથ બંગાળ ફ્રન્ટિયર ઓફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) મહિલા સશક્તિકરણ તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે.

ભારત બાંગ્લાદેશ બોર્ડર પર દેશની દીકરીઓ કરી રહી છે સુરક્ષા
X

સાઉથ બંગાળ ફ્રન્ટિયર ઓફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) મહિલા સશક્તિકરણ તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે. દેશમાં પશ્ચિમ બંગાળ માં સેંકડો કિલોમીટર માં ફેલાયેલો સુંદરવન વિસ્તારની સુરક્ષા માટે ફ્રન્ટિયર મહિલા રક્ષક ને તૈનાત કર્યા છે.બાંગ્લાદેશ સાથેની આ વિશાળ જળ સરહદની સુરક્ષા અત્યંત પડકારજનક માનવામાં આવે છે. સ્વેમ્પ્સ અને ગાઢ જંગલોથી ઘેરાયેલું, આ સુંદરવન પ્રદેશ ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય જળ સરહદ દ્વારા વિભાજિત થયેલ છે, જેમાં ઈચ્છમતી અને રાયમંગલ જેવી મોટી નદીઓ, ઘણી નાની અને મોટી ઉપનદીઓનો સમાવેશ થાય છે BSFના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. તમે આને મહિલા સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલ પણ કહી શકો. તેમણે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે સુંદરવન જેવા મુશ્કેલ વિસ્તારમાં સીમા પર પેટ્રોલિંગ અને ફ્લોટિંગ બીઓપી ના ઓપરેશન માટે મહિલા જવાનોને તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં અહીં મહિલા સૈનિકોની એક પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે, જેમાં 15 થી 20 સૈનિકો હોય છે. આ પ્રદેશની નદીઓ ભારત-બાંગ્લાદેશ સરહદને વિભાજિત કરે છે. તેથી, થોડા મહિના પહેલા, BSFએ આ વિસ્તારની દેખરેખ વધારવા માટે છ નવા ફ્લોટિંગ BOP તૈનાત કરી હતી 'BOP ગંગા' પર સવાર આ મહિલા BSF જવાન માંથી એક સુરક્ષાની જવાબદારી નિભાવી રહી છે, જે તેમને થોડા દિવસો પહેલા જ આપવામાં આવી છે. આ રીતે હવે બીઓપી થી સીમા સુરક્ષા નો મોરચો BSFની મહિલા બહાદુર જવાનોએ સંભાળી લીધો છે અને હવે તે સ્વતંત્ર રીતે લડાયક ભૂમિકામાં જોવા મળશે

Next Story