New Update
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં જેલમાંથી શરતી જામીન પર બહાર આવ્યા છે,ત્યારે તેઓએ રવિવારે દિલ્હી ખાતે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
આ દરમિયાન તેમણે બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા તેનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદની ખુરશી પર નહીં બેસું. હું દરેક ઘર અને શેરીઓમાં જઈશ અને લોકોને જણાવીશ કે કેજરીવાલ પ્રમાણિક છે.
આ ઉપરાંત કેજરીવાલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓએ નવી ફોર્મ્યુલા બનાવી છે, જેમાં તેઓ ચૂંટણી હારે ત્યારે નકલી કેસ દાખલ કરીને મુખ્ય પ્રધાનની ધરપકડ કરે છે અને તેમની સરકારને ઉથલાવી દેવાનું કાવતરું કરે છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે જેલમાં રહીને રાજીનામું આપ્યું ન હતું, કારણ કે તેઓ લોકશાહીને બચાવવા માંગતા હતા. ભાજપ આજે પાર્ટીઓ તોડવાનું રાજકારણ કરી રહી છે અને ચૂંટાયેલી સરકારના નેતાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી રહી છે, પરંતુ ભાજપની આ યોજના નિષ્ફળ ગઈ છે. તેમણે દરેક નેતાઓને ખોટા કેસોને કારણે રાજીનામું ન આપવાની પણ અપીલ કરી છે.
Latest Stories