વિશ્વમાં કોરોના સંક્રમણના પગલે ભારત સરકારની લોકોને માસ્ક પહેરવા સલાહ, રાજ્ય સરકારે દવા અને કોવિડ કેર સેન્ટરોની તાત્કાલિક વ્યવસ્થા કરી

ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી.

New Update
વિશ્વમાં કોરોના સંક્રમણના પગલે ભારત સરકારની લોકોને માસ્ક પહેરવા સલાહ, રાજ્ય સરકારે દવા અને કોવિડ કેર સેન્ટરોની તાત્કાલિક વ્યવસ્થા કરી

ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ચીનમાં કોરોનાનો ખતરનાક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો મુજબ ઓમિક્રોનના સબવેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ હતો. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલા કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે તે નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યમાં આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે 20 જેટલા કેસ એક્ટિવ છે. જેમાં 20 દર્દીઓ સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોના બે કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ 1, બનસકાંઠા 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગઈ કાલે કુલ 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories