મુંબઈમાં આતંકી હુમલાની ધમકીના કારણે દેશના મોટા શહેરોમાં એલર્ટ, NIA દ્વારા મુંબઈ પોલીસને અપાય જાણકારી

મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

મુંબઈમાં આતંકી હુમલાની ધમકીના કારણે દેશના મોટા શહેરોમાં એલર્ટ, NIA દ્વારા મુંબઈ પોલીસને અપાય જાણકારી
New Update

મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. NIAએ તેની જાણકારી મુંબઈ પોલીસને આપી છે. પોલીસ અને અન્ય એજન્સી આ અંગે તપાસ હાથ ધરી છે.સૂત્રો પ્રમાણે NIAના ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેઇલ કર્યો છે જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાબિલાની હોવાનું જણાવ્યું અને દાવો કર્યો છે કે તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ હેઠળ આ કામ થવાનું છે.ધમકીભર્યા ઈમેલની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસને આ અંગે જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેની જાણકારી એકઠી કરવા લાગ્યાં છે. ત્યાં જ, દેશના વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિરાજુદ્દીન હક્કાની તાલિબાનનો સૌથી ખતરનાક ગુટ હક્કાની નેટવર્કનો મુખ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેમને કાર્યકારી ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં 2 નંબરના નેતાનો દરજ્જો ધરાવે છે. તાબિલાનમાં હક્કાની નેટવર્કની ખાસ અસર છે. અમેરિકી તપાસ એજન્સીએ હક્કાનીની લોકેશન અંગે સૂચના આપનાર વ્યક્તિને 10 મિલિયન ડોલર આપવાનું ઇનામ રાખ્યું છે.

#India #Connect Gujarat #BeyondJustNews #alert #Mumbai #Mumbai Police #terrorist attack #NIA #threat
Here are a few more articles:
Read the Next Article