/connect-gujarat/media/post_banners/2ab59bebf7f8b4549e2d0dfafb0e697d22a45222827b29ae9549c24b9d033c57.webp)
કર્ણાટકમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા તેમજ ગોડાઉનના માલિક સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની વધુ વિગત આપતા બેંગલુરુ રુરલ એસપીએ જણાવ્યુ હતું કે શહેરમાં બાલાજી ક્રેકર્સ નામના ગોડાઉનમાં વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ ઘટના બની હતી. હાલ આગ પર 80 ટકા જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ ગંભીર રીતે દાઝી ગયેલા ચારમાંથી એકની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ પોલીસ હાથ ધરી રહી છે તેમજ આગળની કાર્યવાહી પણ કરી રહી છે.