/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
/connect-gujarat/media/media_files/2024/11/29/vQXUmqf3Q2udu8ORT5lh.png)
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસનાનેતા નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયાછે. છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લીમડા-હળદરથી પત્નીના કેન્સરની સારવાર કરવાનાનિવેદનને કારણે ચર્ચામાં આવેલા નવજોતસિંહ સિદ્ધુને કાનૂની નોટિસ ફટકારી છે.
છત્તીસગઢ સિવિલ સોસાયટીએ પંજાબ કોંગ્રેસના પૂર્વઅધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને850 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં સિદ્ધુને તેમનીપત્ની નવજોત કૌરના કેન્સરની સારવારના દસ્તાવેજો7 દિવસમાં જમાકરાવવા માટે કહેવામાં આવ્યું છે. આમ ન કરવા પર850 કરોડ રૂપિયાનીમાંગણી કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા નવજોત સિદ્ધુએ કેન્સરને લઈનેઅમૃતસર સ્થિત પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણેકેન્સર માટેના ડાયટ પ્લાન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની પત્નીનેસ્ટેજ4 કેન્સરહતું. ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો. એવા સમયે તેણે તેની જીવનશૈલી અને આહારમાંફેરફાર કરીને આ રોગ પર કાબુ મેળવ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે40 દિવસમાંપોતાના આહારમાં ફેરફાર કરીને તેણે આ કેન્સરની બીમારી પર કાબુ મેળવ્યો છે.
આ પ્રેસકોન્ફરન્સ બાદ લોકોએ એલોપેથિક દવાનો વિરોધ કર્યો હતો. હવે સિવિલ સોસાયટીએ નવજોતકૌર સિદ્ધુને એક પત્ર લખી ખુલાસો માંગ્યો છે કે શું તમે પણ તમારા પતિ દ્વારાકેન્સર વિશે કરેલા દાવાને સમર્થન આપો છો કે, તમે જે એલોપેથી દવા લીધી છે તેનાથીતમને કોઈ ફાયદો થયો નથી. તમારા આહારમાં લીમડાના પાન, લીંબુ પાણી, તુલસીનાપાન, હળદરનોઉપયોગને કારણે તમારો કેન્સરનો રોગ મટ્યો છે.
છત્તીસગઢસિવિલ સોસાયટીના સંયોજક ડો.કુલદીપ સોલંકીએ કહ્યું હતું કે જો તમે પતિના દાવાનેસમર્થન આપો છો તો7 દિવસમાં પ્રમાણિત દસ્તાવેજો પ્રદાન કરો જેથી સ્પષ્ટ થઈ શકે કેતમે લીમડાના પાન, લીંબુ પાણી, તુલસીના પાન, હળદરનો ઉપયોગથી સ્ટેજ4ના કેન્સરને માત આપી છે.અને આ સાબિત કરવામાં અસમર્થ થશે તો850 કરોડ રૂપિયાની દાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાંઆવી છે.
/connect-gujarat/media/media_files/2025/07/11/aa-2025-07-11-21-36-13.jpg)