Connect Gujarat
દેશ

PF ખાતાધારકો માટો મોટી ખુશ ખબર: 1 લાખ રૂપિયા મળશે

PF ખાતાધારકો માટો મોટી ખુશ ખબર: 1 લાખ રૂપિયા મળશે
X

PF ખાતાધારકો માટો મોટી ખુશ ખબર છે.હવે જો તમારે પૈસાની જરૂર છે તો EPFO તમને એક લાખ રૂપિયાનો ફાયદો આપી શકે છે અને આ પૈસા લેવા માટે તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પણ નથી. તમને જણાવી દઈએ કે EPFOની તરફથી નોકરીયાત વર્ગ માટે એડવાન્સ ક્લેમ હેઠળ આ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સંબંધમાં EPFOએ ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરી આ વિશે જાણકારી આપી હતી.

EPFOએ જણાવ્યું કે, જીવલેણ બિમારીઓની સ્થિતિમાં ઘણી વખત દર્દીને તરત હોસ્પિટલમાં દાખલ કરાવવું જરૂરી છે જેથી તેમનો જીવ બચી શકે. આ પ્રકારની નાજુક સ્થિતિમાં દર્દીઓની બિમારી પર થનાર ખર્ચને સંપૂર્ણ રીતે એડવાન્સની સુવિધા આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ક્લેમ કરનાર કર્મચારીના દર્દીને સરકારી/ પબ્લિક સેક્ટર યુનિટ/ CGHS પેનલ હોસ્પિટલમાં દાખાલ થવું જોઈએ. ત્યાં જ તમને ઈમરજન્સીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો તે વિશે તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તમે મેડિકલ ક્લેમ માટે એપ્લીકેશન ભરી શકો છો. જણાવી દઈએ કે તમે 1 લાખ રૂપિયા સુધી એડવાન્સ ઉપાડી શકો છો.

તમે જો વર્કિંગ ડેમાં અરજી કરી રહ્યા છો તો બીજા જ દિવસે ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. જણાવી દઈએ કે પૈસા કર્મચારીના ખાતામાં કે સીધા હોસ્પિટલના ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા બાદ 45 દિવસની અંદર મેડિકલ સ્લિપ જમા કરવાની રહેશે. જણાવી દઈએ કે ફાઈનલ બિલને એડવાન્સ રકમની સાથે એડજસ્ટ કરવામાં આવે છે.

Next Story